મનોજ બાજપાઈ શ્રમિક સમ્માન દ્વારા વોકલ ફૉર લોકલને પ્રમોટ કરશે

12 August, 2020 12:11 PM IST  |  Mumbai | Harsh Desai

મનોજ બાજપાઈ શ્રમિક સમ્માન દ્વારા વોકલ ફૉર લોકલને પ્રમોટ કરશે

મનોજ બાજપાઈ

કોરોના વાઇરસના કાળમાં મનોજ બાજપાઈ તેની પત્ની શબાના રઝા બાજપાઈ સાથે મળીને નાનકડા બિઝનેસને પ્રમોટ કરવા માટે લોકોને પ્રોત્સાહન પૂરું પાડશે. કોરોના વાઇરસને કારણે ઘણા લોકોની નોકરી ગઈ છે અને એથી જ ઇકૉનૉમિક ક્રાઇસિસને દૂર કરવા માટે મનોજ બાજપાઈ પત્ની સાથે મળીને નાના બિઝનેસને શરૂ કરવા અને પ્રમોટ કરવા માટે લોકોને જાગરૂક કરશે. હેલ્પિંગ હૅન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શ્રમિક સમ્માન’ કૅમ્પેનની શરૂઆત કરવામાં આવી છે. લૉકડાઉન બાદ લોકોને ફરી નોકરી મળે એ માટે આ કૅમ્પેન દ્વારા નાનાં ગામડાઓમાં કામ કરવામાં આવી રહ્યું છે. હેલ્પિંગ હૅન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ 74 પ્રોજેક્ટ્સ દ્વારા લોકલ બિઝનેસને ધ્યાનમાં રાખી નવી અને સારી દુનિયા બનાવવા માટેની પહેલ કરી રહ્યું છે. આ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘હું ‘શ્રમિક સમ્માન’ને સપોર્ટ કરી રહ્યો છું. માઇગ્રન્ટ વર્કર્સ મિત્રોના સારા જીવન માટે હેલ્પિંગ હૅન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે એ ખૂબ જ અદ્ભુત છે અને એથી જ તેમની સાથે જોડાવાની મને ખૂબ જ ખુશી છે. આ કાર્ય હાલમાં ખૂબ જ જરૂરી છે જેથી રૂરલ ઇકોનૉમીને પણ ઉપર લાવી શકાય અને આપણા માઇગ્રન્ટ વર્કર્સ મિત્રોને પણ મદદ મળી રહે.’

આ વિશે શબાના રઝા બાજપાઈએ કહ્યું હતું કે ‘હેલ્પિંગ હૅન્ડ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શ્રમિક સમ્માન’ને લૉન્ચ કરવામાં આવ્યું એ માટે હું તેમને વધાવું છું. દુઃખની વાત એ છે કે ઘરે પાછા ફર્યા હોવા છતાં પણ આપણા માઇગ્રેન્ટ વર્કર્સ મિત્રોના પ્રૉબ્લેમનો અંત નથી આવ્યો. આ કામ દ્વારા આ પ્રૉબ્લેમનું સમાધાન કરવામાં આવશે એ જાણીને ખુશી થઈ છે. આ કાર્ય સાથે જોડાવાની મને પણ ખુશી છે.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news bollywood gossips manoj bajpayee harsh desai