02 January, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈએ ગઈ કાલે એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે તેની ઍબ્સ દેખાડી રહ્યો છે. મનોજ બાજપાઈ ક્યારેય પણ તેનું બૉડી દેખાડતો જોવા નથી મળ્યો. તેની આગામી વેબ સિરીઝ ‘કિલર સૂપ’ અગિયારમી જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ શોમાં તેની સાથે કોંકણા સેન શર્મા, નાસર અને સયાજી શિંદેએ કામ કર્યું છે. અભિષેક ચૌબે દ્વારા આ સિરીઝને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફોટો શૅર કરીને મનોજ બાજપાઈએ કૅપ્શન આપી હતી કે ‘નવું વર્ષ અને નવો હું. જોઈ લો સૂપની મારા બૉડી પર શું અસર પડી છે એ. એકદમ કિલર લુક છેને?’આ ફોટો પર તેને ‘ગૅન્ગ ઑફ વાસેપુર’માં ડિરેક્ટ કરનાર અનુરાગ કશ્યપે કમેન્ટ કરી હતી કે છુપા રુસ્તમ. અનુરાગની સાથે ઘણા લોકો તેના આ લુકને લઈને સરપ્રાઇઝ થઈ ગયા છે અને ઘણા લોકોએ એ ફોટો પર કમેન્ટ પણ કરી હતી.