નેપાલની પ્રશંસા કરવી ભારે પડી મનીષા કોઇરાલાને

23 June, 2020 07:27 PM IST  |  Mumbai Desk | Agencies

નેપાલની પ્રશંસા કરવી ભારે પડી મનીષા કોઇરાલાને

મનીષા કોઇરાલા

મનીષા કોઇરાલાએ નેપાલનો પક્ષ લેતાં સોશ્યલ મીડિયા યુઝર્સે તેની આકરા શબ્દોમાં નિંદા કરી છે. નેપાલે તાજેતરમાં જ ભારતના ત્રણ વિસ્તારો લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા પર દાવો કર્યો હતો. એને જોતાં મૂળ નેપાલની મનીષાએ નેપાલની પ્રશંસા કરી હતી. ટ્વિટર પર મનીષાએ ટ્વીટ કર્યું હતું કે ‘સીમાનું આધિપત્ય+ રાજકીય આધિપત્ય+ આર્થિક આધિપત્ય = સ્વતંત્ર રાજ્ય. ચાલો આના પર ઊંડાણપૂર્વક વિચાર કરીએ.’

મનીષાના આ ટ્વીટ પર લોકોનો રોષ ફૂટી નીકળ્યો હતો. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું હતું કે નેપાલ જલદી જ ચીનની કૉલોની બનવા જઈ રહ્યું છે.
લોકોના ગુસ્સાને જોતાં મનીષાએ ટ્વીટ કર્યું હતું કે ‘દિલથી સૌને રિક્વેસ્ટ કરું છું કે ગુસ્સો અને અપમાન વ્યક્ત ન કરો. આપણે આ સ્થિતિમાં એકસાથે છીએ. આપણી માનનીય સરકાર આ મામલાને ઉકેલશે. ત્યાં સુધી આપણે નાગરિક તો બની શકીએ છીએ. આ બાબતની આશા રાખું છું.’

bollywood bollywood news bollywood gossips manisha koirala nepal