04 April, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ છે મનીષા કોઇરાલાનો લેટેસ્ટ ફેવરિટ સૉલ્ટ-ઍન્ડ-પેપર લુક
બૉલીવુડની સફળ હિરોઇન મનીષા કોઇરાલાએ ૨૦૨૪માં સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી’માં મલ્લિકાજાન બનીને કમબૅક કર્યું હતું. હાલમાં મનીષાએ સોશ્યલ મીડિયા પર તેનો લેટેસ્ટ નૅચરલ ‘સૉલ્ટ-ઍન્ડ-પેપર’ લુક પોસ્ટ કર્યો છે. મનીષાએ જણાવ્યું હતું કે ‘આ લુક મારો ફેવરિટ છે, કારણ કે એ મને આઝાદી જેવી લાગણી આપે છે. હું હવે કોઈ નક્કી કરાયેલા સુંદરતાના માપદંડમાં ફિટ થવાનો પ્રયત્ન નથી કરતી, પરંતુ જેવી છું એવી જ રહેવાનું પસંદ કરું છું.’