ક્યા બોલતી પબ્લિક

06 May, 2020 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્યા બોલતી પબ્લિક

મનીષ પૉલ દ્વારા હોસ્ટ થતો ગેમ-શો ‘ક્યા બોલતી પબ્લિક’ ફ્લિપકાર્ટ પર રિલીઝ થઈ ગયો છે. કોઈએ ધાર્યું નહોતું કે ગેમ-શો ડિજિટલ પ્લૅટફૉર્મ પર હિટ થઈ શકે, પણ આ માન્યતા ‘ક્યા બોલતી પબ્લિક’એ તોડી નાખી અને એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ ફ્લિપકાર્ટ છે. શોમાં સવાલ પૂછવામાં આવે છે, જેના જવાબ દેવાના હોય છે. આ જવાબમાંથી બે સવાલ પર વોટિંગ થાય અને મૅક્સિમમ વોટ મેળવનારા જવાબ આપનારને પ્રાઇઝ મળે.

હકીકતમાં ફ્લિપકાર્ટે આ શોનું દૂર-દૂર સુધી ક્યાંય પ્લાનિંગ નહોતું કર્યું, પણ લૉકડાઉન વચ્ચે શૂટિંગ શક્ય ન બનતાં આ ગેમ-શોનો વિચાર આવ્યો અને ગેમ-શો હિટ થઈ ગયો. ‘ક્યા બોલતી પબ્લિક’ અત્યારે ફ્લિપકાર્ટ પર પહેલા નંબરનો સૌથી વધારે જોવાતો શો છે તો બીજા નંબર પર વરુણ ધવનનો શો ‘એન્ટરટેઇનમેન્ટ નંબર 1’ શો છે.

coronavirus covid19 entertainment news bollywood bollywood news manish paul flipkart