સ્લિપર કેમ નથી મળતાં મનીષ પૉલના ઘર પાસે?

09 June, 2020 05:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્લિપર કેમ નથી મળતાં મનીષ પૉલના ઘર પાસે?

ઘરે બેસીને પણ લોકોના એન્ટરટેઇનમેન્ટ માટેના રસ્તા શોધ્યા કરતા ઍક્ટર અને ટીવી-હોસ્ટ મનીષ પૉલે પોતાનાથી થાય એટલી મદદ લૉકડાઉન દરમ્યાન જરૂરિયાતમંદ લોકોને કરી છે, પણ એમાંથી એક મદદની વાત હવે છેક બહાર આવી છે.

મનીષે પીએમ કૅર્સ ફન્ડમાં ૨૦ લાખ રૂપિયા આપીને દેશને હેલ્પ કરવાનું કામ શરૂ કર્યું અને એ પછી તેણે મુંબઈમાં ડ્યુટી કરતા સિક્યુૉરિટી ગાર્ડ્સને દરરોજ ગરમ જમવાનું પહોંચે એની પણ વ્યવસ્થા કરી અને સાથોસાથ પોતાના વતન જતા લોકોને ફૂડ-પૅકેટ્સથી માંડીને તેમને જવા માટે જરૂરી કૅશની વ્યવસ્થા પણ પોતાના ગજવામાંથી કરી. આ ઉપરાંત મનીષે પોતાના એરિયામાં રહેતા અને ઉઘાડા પગે ફરતા ૧૦૦૦થી પણ વધારે લોકોને પહેરવા માટે સ્લિપર પણ ખરીદી આપ્યાં છે, જેને લીધે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે મનીષના એરિયામાં અત્યારે કોઈ શૉપમાં ચંપલ રહ્યાં નથી. અલબત્ત લૉકડાઉન ગઈ કાલથી ખૂલી જતાં હવે માલ આવવાનું શરૂ થઈ જશે તો સામા પક્ષે મનીષની આ સ્લિપરની સહાય પણ ચાલુ રહેવાની છે. મનીષ પાસેથી સ્લિપર મળતાં હોવાનું જાણ્યા પછી તેની સોસાયટી નજીક રહેતાં જરૂરિયાતમંદ ફૅમિલીનાં બાળકોએ તો મનીષનું નામ પણ ‘સ્લિપર અંકલ’ પાડી દીધું છે.

શુક્રવારે મનીષે ૭૦ જોડી સ્લિપર લઈને જરૂરિયાતમંદોને આપ્યાં હતાં. શુક્રવારે મનીષ ખાસ સ્લિપર લેવા બહાર નીકળ્યો હતો અને ઑલમોસ્ટ દસેક દુકાન ફરીને તેણે આ સ્લિપર ભેગાં કર્યાં હતાં.

coronavirus covid19 lockdown manish paul entertainment news bollywood bollywood news