કોસ્ટલ રોડનું નામ લતા દીદીના નામે રાખવાની મંગેશકર પરિવારે કરી માગ

06 February, 2023 07:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિવંગત લતા મંગેશકરના પરિવારે માગ મૂકી છે કે મુંબઈમાં બનતા કોસ્ટલ રોડનું નામ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નામે મૂકવામાં આવે.

ફાઈલ તસવીર

સ્વર્ગીય લતા મંગેશકર (Lata Mangeshkar)ની પહેલી પુણ્યતિથિ પર હવે મંગેશકર પરિવારે બીએમસીને એક માગ કરી છે. મંગેશકર પરિવારે માગ મૂકી છે કે મુંબઈમાં બનતા કોસ્ટલ રોડનું નામ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના નામે રાખવામાં આવશે. કોસ્ટલ રોડ મુંબઈની મહત્વપૂર્ણ પરિયોજનાઓમાંની એક છે. હવે માગ એ છે કે આ રોડનું નામ લતાદીદીના નામે રાખવામાં આવે.

બીએમસી મુંબઈને કલ્યાણ, ભિવંડીની સાથે સાથે મીરારોડ-ભાઈંદર, વસઈ-વિરાર, નવી મુંબઈ અને થાણે સાથે જોડવા માટે અને પરિયોજનાઓ પર કામ કરી રહી છે. આમાંથી કોસ્ટલ રોડ સૌથી મોખરે છે. બીએમસીએ તાજેતરમાં જ પૈડર રોડથી શરૂ થઈને વર્સોવાથી દહિસર સુધી આ કોસ્ટલ રોડનો વિસ્તાર કરવાની જાહેરાત કરી છે. આ માટે લગભગ 9000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. વર્સોવા-દહિસર કોસ્ટલ રોડનું કામ 2023-24થી શરૂ થશે. રોડ માર્ગથી અંતર લગભગ 22 કિલોમીટર જેટલું છે જે કાપવા માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. કોસ્ટલ રોડના નિર્માણથી આ અંતર થોડીક જ મિનિટોમાં કાપી શકાશે.

દિવંતગ લતા મંગેશકરના પરિવારે માગ કરી છે કે મુંબઈ માટે ખૂબ જ મહત્વના આ પ્રૉજેક્ટનું નામ લતાદીદીના નામે રાખવામાં આવે. પોતાના અવાજના જાદૂથી આખા વિશ્વમાં દેશનું નામ રોશન કરનારા લતાદીદીની વિદાયને એક વર્ષ થઈ ગયું છે.

આ પણ વાંચો : લતા મંગેશકર : મેરી આવાઝ હી પહચાન હૈ...

ઉલ્લેખનીય છે કે, સ્વરકોકિલા લતા મંગેશકરનું આજના દિવસે એટલે કે 6 ફેબ્રુઆરી 2022ના રોજ નિધન થયું હતું. તેઓ કોરોનાથી સંક્રમિત હતાં, જેના પછી તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લતા મંગેશકરને ગુમાવ્યા બાદ ભારતે એક અનમોલ રત્ન ગુમાવ્યું. 

entertainment news bollywood news bollywood bollywood gossips lata mangeshkar Mumbai mumbai news