મંદિરા બેદીએ એડૉપ્ટ કરી દીકરી, તસવીર શૅર કરી જણાવ્યું નામ

28 October, 2020 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મંદિરા બેદીએ એડૉપ્ટ કરી દીકરી, તસવીર શૅર કરી જણાવ્યું નામ

બોલીવુડ એક્ટ્રેસ (Bollywood Actress) મંદિરા બેદી (mandira Bedi)એ દીકરી એડૉપ્ટ કરી છે. આની માહિતી તેણે સોશિયલ મીડિયા (Social Media) પર તસવીર શૅર કરીને ચાહકોને આપી છે. મંદિરા બેદીએ ચાર વર્ષથી મોટી ઉંમરની છોકરીને એડૉપ્ટ કરી છે. તેના ધરે 28 જુલાઇ, 2020ના રોજ આ નવી મહેમાન આવી હતી.

મંદિરા બેદીએ તસવીર શૅર કરતા લખ્યું, "આ અમારી પાસે એક પ્રાર્થનાની જેમ આવી છે, અમારી નાનકડી દીકરી તારા. ચાર વર્ષથી થોડીક મોટી, જેની આંખો સ્ટાર્સની જેમ ચમકે છે. વીરની બહેન. ઘરમાં તમારા બધાની સાથે આમનું સ્વાગત છે. ખુલ્લા મને આને પ્રેમ આપો. ખુશનસીબ છે, બ્લેસ્ડ છે અને આભાર માનીએ છીએ. તારા બેદી કૌશન, અમારા પરિવારનો ભાગ 28 જુલાઇ, 2020માં બની."

મંદિરા બેદીએ જે તસવીર શૅર કરી છે, તેમાં તે પતિ અને દીકરા સાથે દેખાય છે. બધાએ વાઇટ આઉટફિટ્સ પહેર્યા છે. બોલીવુડ સેલેબ્સ મંદિરા અને પરિવારને વધામણી આપી રહ્યા છે. આ સિવાય ચાહકો લખી રહ્યા છે કે, "મેમ, તમને વધામણી, પરિવારમાં નવા મેહમાનનું આગમન, પ્રેમ, પ્રેમ અને ઘણો બધો પ્રેમ."

જણાવવાનું કે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે'ના 25 વર્ષ પૂરા થયા. આ અવસરે મંદિરા બેદીએ એક પોસ્ટ શૅર કરી પોતાની પહેલી અને હવે અત્યારની તસવીર શૅર કરી હતી, જેને 25 વર્ષ ચેલેન્જના નામે પોસ્ટ શૅર કરી હતી.

mandira bedi bollywood bollywood news bollywood gossips entertainment news