મંદિરા બેદીએ બહેનપણી સાથેની લિપ-ટુ-લિપ કિસનો ફોટો શૅર કરીને ચકચાર જગાવી

19 March, 2017 06:04 AM IST  | 

મંદિરા બેદીએ બહેનપણી સાથેની લિપ-ટુ-લિપ કિસનો ફોટો શૅર કરીને ચકચાર જગાવી

મંદિરાએ તેના ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર ૧૧ માર્ચે એક ફોટો શૅર કર્યો હતો અને એની ઝાટકણી તેના ફૅન્સે કાઢી હતી.

મંદિરા એ ફોટોમાં તેની બહેનપણી શાહીન અબ્બાસને લિપ-ટુ-લિપ કિસ કરી રહી છે. મંદિરાએ આ ફોટો શૅર કર્યો કે તરત તેના ચાહકોએ મંદિરાની ટીકા શરૂ કરી હતી. ચાહકોના મતે મંદિરાએ આ ફોટો શૅર કરવાની જરૂર જ નહોતી. એક ફૅને તેને સવાલ કર્યો હતો કે આ ફોટો ચીતરી ચડે એવો છે. સ્ત્રીઓ આવું શું કામ કરતી હશે? મંદિરા આવું કરી શકે એ જાણીને ઘણા ફૅન્સને આશ્ચર્ય થયું છે.

મંદિરાએ જેને કિસ કરી હતી તે શાહીન ટીવી-પ્રેઝન્ટર તથા ભૂતપૂર્વ રેડિયો જૉકી રોશન અબ્બાસની પત્ની છે અને મંદિરાની ખાસ બહેનપણી છે. હમણાં શાહીનનો ચાલીસમો બર્થ-ડે હતો ત્યારે મંદિરાએ તેને આ રીતે વિશ કર્યું હતું.