18 August, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીનાક્ષી શેષાદ્રિ અને મંદાકિની
હાલમાં મંદાકિનીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની અને મીનાક્ષી શેષાદ્રિની પર્સનલ મુલાકાતની તસવીરો શૅર કરી છે. આ તસવીર જોઈને લાગે છે કે તેમની વચ્ચે અત્યારે બહુ સારી મિત્રતા છે અને તેમને એકબીજા સાથે સમય પસાર કરવાનું ગમે છે. મીનાક્ષી અને મંદાકિની બન્ને ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાની બૉલીવુડની ખ્યાતનામ ઍક્ટ્રેસ છે જેમણે પોતાના સમયમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેમણે એકસાથે ૧૯૯૦ની ફિલ્મ ‘શાનદાર’માં કામ કર્યું હતું.