સાધ્વી બની ગયેલી મમતા કુલકર્ણી ગ્લૅમરસ લુકમાં બહેનપણીઓ સાથે ફરવા ઊપડી ગોવા

20 March, 2026 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવાની આ ટ્રિપ દરમ્યાન મમતા સંપૂર્ણ રીતે પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહી છે. આ સિવાય મમતાએ હાલમાં લગભગ પચીસ વર્ષ બાદ ટીવી પર પણ કમબૅક કર્યું હતું અને તે ‘લાફ્ટર શેફ 3’ના સેટ પર પણ જોવા મળી હતી.

સાધ્વી બની ગયેલી મમતા કુલકર્ણી ગ્લૅમરસ લુકમાં બહેનપણીઓ સાથે ફરવા ઊપડી ગોવા

એક સમયે બૉલીવુડમાં પોતાની ગ્લૅમરસ છબિ માટે જાણીતી મમતા કુલકર્ણી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. મમતાએ થોડા સમયથી આધ્યાત્મિક જીવન અપનાવ્યું છે અને તે જાહેરમાં પણ સાધ્વીના લુકમાં જોવા મળે છે. જોકે હાલમાં તે બહેનપણીઓ સાથે ગ્લૅમરસ લુકમાં ફરવા માટે ગોવા ઊપડી ગઈ હતી. મમતાએ તેની બહેનપણીઓ સાથેના આ વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર પણ કર્યા છે. 
ગોવાની આ ટ્રિપ દરમ્યાન મમતા સંપૂર્ણ રીતે પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહી છે. આ સિવાય મમતાએ હાલમાં લગભગ પચીસ વર્ષ બાદ ટીવી પર પણ કમબૅક કર્યું હતું અને તે ‘લાફ્ટર શેફ 3’ના સેટ પર પણ જોવા મળી હતી.

mamta kulkarni goa bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news