21 April, 2021 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘અય્યપન્મ કોશિયમ’નો એક સીન
જૉન એબ્રાહમ હવે મલયાલમ ફિલ્મની ‘અય્યપન્મ કોશિયમ’ની હિન્દી રીમેકને પ્રોડ્યુસ કરવા જઈ રહ્યો છે. ઓરિજિનલ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારને કામ કર્યું હતું. આ ફિલ્મને ‘અનારકલી’ દ્વારા જાણીતા બનેલા સાચીએ ૨૦૨૦માં આવેલી મલયાલમ ઍક્શન થ્રિલર ફિલ્મને લખી અને ડિરેક્ટ કરી હતી. આ વિશે વાત કરતાં જૉને કહ્યું હતું કે ‘અમારી પાસે મલયાલમ ફિલ્મ ‘અય્યપન્મ કોશિયમ’ની રીમેકના રાઇટ છે. અમે આ ફિલ્મની પ્રોસેસમાં છીએ. આ ખૂબ જ સુંદર ફિલ્મ છે.’