સોનમ કપૂર આહુજાએ મલંગનું કામ જોઈને ડૅડીને પ્રેરણાસ્ત્રોત જણાવ્યા

08 February, 2020 12:43 PM IST  |  Mumbai

સોનમ કપૂર આહુજાએ મલંગનું કામ જોઈને ડૅડીને પ્રેરણાસ્ત્રોત જણાવ્યા

સોનમ કપૂર આહુજા

‘મલંગ’ જોયા બાદ ડૅડી અનિલ કપૂરને પોતાના માટે પ્રેરણાસ્ત્રોત જણાવ્યાં સોનમ કપૂર આહુજાએ. શુક્રવારે રિલીઝ થયેલી આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમુ અને દિશા પટણી જોવા મળી રહ્યાં છે. અનિલ કપૂરનો ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘મલંગ’નાં કૅરૅક્ટરનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને સોનમે ટ્વીટ કર્યું હતું કે ‘૧૯૮૭ની ‘મિસ્ટર ઇન્ડિયા’થી માંડીને ૨૦૨૦ની ‘મલંગ’ સુધી. ડૅડી તમારું સ્ક્રીન પર છવાઇ જવું, તમારી સખત મહેનત અને ટૅલન્ટ અમને પ્રેરણા આપે છે. તમને અને ‘મલંગ’ની પૂરી ટીમને શુભેચ્છા.’

sonam kapoor malang bollywood news anil kapoor