મલઇકા અને અરબાઝે ક્રિસમસ સાથે સેલિબ્રેટ કરી

26 December, 2016 06:23 AM IST  | 

મલઇકા અને અરબાઝે ક્રિસમસ સાથે સેલિબ્રેટ કરી



મલઇકાએ ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો, જેમાં તેણે તેના ફૅમિલી-મેમ્બર્સનો સમાવેશ કરી તેમને ક્રિસમસ વિશ કર્યું હતું. આ ફોટોમાં અરબાઝ પણ જોવા મળ્યો હતો. મલઇકાની મમ્મીએ આપેલી ક્રિસમસ પાર્ટીમાં અરબાઝે પણ હાજરી આપી હતી. મલઇકાની બહેન અમ્રિતાએ અરબાઝ સાથેનો આ પાર્ટીનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર પણ કર્યો હતો. તેથી ઘણા ચાહકોએ એવો સવાલ કર્યો હતો કે તેઓ ડિવૉર્સ લઇ રહ્યાં છે તો પછી કેમ તહેવારને સાથે સેલિબ્રેટ કરી રહ્યાં છે.