અર્જુન કપૂર સાથે બીજા લગ્ન કરવા તૈયાર છે મલાઇકા અરોરા, પણ…

06 April, 2023 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તે હવે તૈયાર છે! મલાઇકા અરોરાએ અર્જુન કપૂરની પ્રશંસા કરી અને તેની સાથે લગ્ન કરવા વિશે ઘણી વાતો પણ કહી છે

ફાઇલ તસવીર

સુંદરતાને કારણે મલાઇકા અરોરા (Malaika Arora) ઘણીવાર વ્યક્તિગત જીવનની હેડલાઇન્સમાં હોય છે. મલાઇકા અરોરા તેના સંબંધો વિશે ભાગ્યે જ વાત કરે છે, પરંતુ તાજેતરના ઇન્ટરવ્યૂમાં, મલાઇકાએ અર્જુન કપૂર (Arjun Kapoor) સાથે તેના સંબંધોને આગળના તબક્કે લઈ જવાની વાત કહી છે. મલાઇકા અરોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તે હવે તૈયાર છે! મલાઇકા અરોરાએ અર્જુન કપૂરની પ્રશંસા કરી અને તેની સાથે લગ્ન કરવા વિશે ઘણી વાતો પણ કહી છે.

મલાઇકા ફરીથી લગ્ન કરશે!

મલાઇકા અરોરાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “ચોક્કસ, મેં તેના વિશે વિચાર્યું છે. લોકોને લાગે છે કે તે ફરીથી લગ્ન કરવા માટે સ્વાર્થી છે, પરંતુ તે સત્ય નથી.” મલાઇકા અરોરાએ કહ્યું કે તે સંસ્થામાં વિશ્વાસ કરે છે, તે પ્રેમ અને સાથીમાં વિશ્વાસ કરે છે. તે ક્યારે ફરીથી લગ્ન કરશે તેનો જવાબ આપવો શક્ય નથી. કારણ કે તે માને છે કે કેટલીક વસ્તુઓને સરપ્રાઈઝ રાખવી જોઈએ અને બહુ પ્લાનિંગ કરવું જોઈએ નહીં. વધુ પડતું પ્લાનિંગ જિંદગી જીવવાનો આનંદ બગાડે છે.

મલાઇકા અરોરાએ અર્જુન કપૂરની પ્રશંસા કરી અને કહ્યું કે, “તે તેની ઉંમર કરતાં વધુ હોશિયાર અને મજબૂત વ્યક્તિ છે. તે ખૂબ જ આઝાદ અને કેરિંગ છે. હું પ્રશંસામાં ઘણું કહી શકું છું, પરંતુ હું તેની આ વિશેષતાને સૌથી વધુ પસંદ કરું છું.”

મલાઇકા અરોરા (Malaika Arora Arjun Kapoor Marriage)એ કહ્યું કે, “હું આગામી 30 વર્ષ સુધી આ જ રીતે કામ કરવા માગું છું. હું ઘરે બેસવા માગતી નથી. સતત કામ કરીને નવું એક્સપ્લોર કરવા માગું છું.” મલાઇકાએ કહ્યું કે, “હું મુસાફરી કરવા માગું છું અને અર્જુન સાથે સ્થાયી થવા માગું છું. તેની સાથેના સંબંધને આગલા સ્તર પર લઈ જવા માગું છું છે કારણ કે અમે બંને હવે તૈયાર છીએ.”

આ પણ વાંચો: Adipurush : હનુમાન જયંતીના અવસરે બજરંગબલીનું નવું પોસ્ટર રિલીઝ, કોણ છે આ એક્ટર?

ઉલ્લેખનીય છે કે મલાઇકા અરોરા અને અરબાઝ ખાને વર્ષ 2017માં છૂટાછેડા લીધાં હતાં. લગ્નના 18 વર્ષ પછી મલાઇકા અને અરબાઝ છૂટા પડી ગયાં હતાં.

entertainment news bollywood news bollywood malaika arora arjun kapoor