યો યો હની સિંહનાં સોન્ગ 'મખના'ની ધૂમ, પ્રશંસકો વચ્ચે કરી રહ્યું છે

29 December, 2018 07:21 PM IST  | 

યો યો હની સિંહનાં સોન્ગ 'મખના'ની ધૂમ, પ્રશંસકો વચ્ચે કરી રહ્યું છે

હની સિંહનું 'મખના' સાથે કમબેક

યો યો હની સિંહના પ્રશંસકો લોકપ્રિય સોશિયલ મીડિયા એપ પર હનીસિંહના નવા ગીત 'મખના'નો વીડિયો બનાવીને તેના પ્રત્યે પ્રેમ દર્શાવી રહ્યાં છે. મખના રિલીઝ થવાના થોડા જ સમયમાં તે સુપર હીટ રહ્યું હતું.

મખના માત્ર એક કલાકમાં જ 2 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ છે. યૂટ્યુબ પર સૌથી ફાસ્ટેસ્ટ 10 મિલિયન વ્યૂ મેળવનાર ગીત બની ગયું છે. જ્યારે સૌથી ઝડપી 5 લાખ લાઈક્સ મેળવનાર સૌથી પહેલું ભારતીય ગીત છે.

આ ગીત હની સિંહનાં પ્રશંસકો માટે એક ટ્રીટ જેવું છે, કેમકે પ્રશંસકો ઘણા સમયથી હની સિંહના અવાજના જાદૂથી દુર હતા. ફેન્સ હની સિંહના ગીત માટે રાહ જોઈ રહ્યા હતા. હની સિંહનાં પ્રશંસકો સોશિયલ મીડિયા પર તેમની રીતે મખનાને રિક્રિએટ કરીને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. આ જ હની સિંહની ખાસિયત છે.

હની સિંહના કમબેક ગીત મખનાને પ્રશંસકો તરફથી મળી રહેલી પ્રતિક્રિયાથી યો યો પણ ખુશ જણાઈ રહ્યો છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરતા પ્રશંસકોનો આભાર માન્યો છે. મખના માટે દેશભરમાંથી યો યોને પ્રેમ મળી રહ્યો છે. જો કે તેના બ્રેક દરમિયાન હની સિંહે લગભગ 24થી વધુ ગીતો પર કામ કર્યું છે અને તેમાંથી કેટલાક ગીતો આ વર્ષે રિલીઝ થયા હતાં.

yo yo honey singh neha kakkar