20 August, 2022 02:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘કઠપૂતલી’નું પોસ્ટર
અક્ષયકુમારની આગામી થ્રિલર ફિલ્મ ‘મિશન સિન્ડ્રેલા’નું નામ બદલીને હવે ‘કઠપૂતલી’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને જૅકી ભગનાણી અને વાશુ ભગનાણીના પૂજા એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે અને રંજિત એમ. તિવારીએ ડિરેક્ટ કરી છે. ડિઝની+હૉટસ્ટાર પર ‘કઠપૂતલી’ બીજી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં કામ કરવાની ખુશી વ્યક્ત કરતાં અક્ષયકુમારે કહ્યું કે ‘મારી પાસે જ્યારે ‘કઠપૂતલી’ આવી તો હું ખૂબ ઉત્સાહી થઈ ઊઠ્યો હતો. પૂજા એન્ટરટેઇનમેન્ટ અને રંજિત સાથે કામ કરવાની ખૂબ મજા આવી.’
ફિલ્મની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી, ‘યે ખેલ પાવર કા નહીં, માઇન્ડ કા હૈ ઔર ઇસ માઇન્ડ ગેમ મેં આપ ઔર મૈં સબ ‘કઠપૂતલી’ હૈ.
ડિઝની+હૉટસ્ટાર પર ‘કઠપૂતલી’ બીજી સપ્ટેમ્બરે આવશે અને આજે એનું ટ્રેલર રિલીઝ થશે.’