08 March, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહિમા ચૌધરી અને તેની પુત્રી અરિયા
સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાનની પહેલી ફિલ્મ ‘નાદાનિયાં’ના સ્ક્રીનિંગમાં અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. જોકે આ સ્ટાર્સમાં મહિમા ચૌધરી અને તેની પુત્રી અરિયાના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. ૧૭ વર્ષની અરિયાના તેના સુંદર લુક અને મમ્મી મહિમા સાથે મેળ ખાતા ચહેરાને કારણે ચર્ચામાં આવી છે. કેટલાક લોકો તો અરિયાનાના લુકને હૉલીવુડની સિંગર અને ઍક્ટ્રેસ સલીના ગોમેઝ સાથે સરખાવે છે. આ ઇવેન્ટમાં મહિમાની બહેન આકાંક્ષા ચૌધરી અને તેનો પુત્ર રાયન પણ સામેલ થયાં હતાં. મહિમા ચૌધરીના અંગત જીવનની વાત કરીએ તો ૨૦૧૩માં બૉબી મુખરજીથી છૂટાછેડા લીધા બાદ મહિમાએ દીકરી અરિયાનાને એકલા હાથે જ ઉછેરી છે.