14 June, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વિડિયોમાં અરિયાના પોતાની બર્થ-ડે કેક કાપતી અને મમ્મી સાથે પોતાના આ ખાસ દિવસની ઉજવણી કરતી જોવા મળે છે
પતિ બૉબી મુખરજીથી ડિવૉર્સ લીધા પછી મહિમા ચૌધરી સિંગલ મધર તરીકે એકલાહાથે દીકરી અરિયાનાનો ઉછેર કરી રહી છે. હાલમાં મહિમાએ પોતાની દીકરીના ૧૮મા જન્મદિનની ઉજવણીનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં અરિયાના પોતાની બર્થ-ડે કેક કાપતી અને મમ્મી સાથે પોતાના આ ખાસ દિવસની ઉજવણી કરતી જોવા મળે છે. આ વિડિયો જોઈને સોશ્યલ મીડિયામાં અરિયાનાની સુંદરતાની ફરી પ્રશંસા થઈ રહી છે.
થોડા સમય પહેલાં મહિમાએ દીકરીની ગ્રૅજ્યુએશનની તસવીરો પણ શૅર કરી હતી. અરિયાના જ્યારે પણ કૅમેરાની સામે આવે છે ત્યારે દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે. મહિમાએ ૨૦૦૬માં કલકત્તાના રહેવાસી અને તેના ભાઈના ખાસ મિત્ર આર્કિટેક્ટ બૉબી મુખરજી સાથે લગ્ન કર્યાં હતાં. મહિમાએ ૨૦૦૭માં દીકરીને જન્મ આપ્યો એ પછી તેમના સંબંધમાં તિરાડ પડવા માંડી હતી. ત્યાર બાદ બૉબી અને મહિમા વચ્ચેનું અંતર વધતું ગયું અને ૨૦૧૩માં બન્ને અલગ થઈ ગયાં હતાં.