Kangana Ranautની ફિલ્મ `ઇમરજન્સી`નો મહિમા ચૌધરીનો ફર્સ્ટ લૂક રિલીઝ, જુઓ તસવીર

20 August, 2022 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhary) ટૂંક સમયમાં જ એક મોટા રોલમાં જોવા મળશે. `મણિકર્ણિકા` બાદ પોતાની આગામી ફિલ્મ `ઇમરજન્સી` (Emergency) ડિરેક્ટ કરતી બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રણોતે (Kangana Ranaut)એ મહિમા ચૌધરીને સાઈન કરી છે.

તસવીર સૌજન્ય - મિડ-ડે

`દાગઃ દ ફાયર` (1999), `કુરુક્ષેત્ર` (2000) અને `ધડકન` (2000)થી ચાહકોમાં પોતાની જગ્યા બનાવનારી અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhary) ટૂંક સમયમાં જ એક મોટા રોલમાં જોવા મળશે. `મણિકર્ણિકા` બાદ પોતાની આગામી ફિલ્મ `ઇમરજન્સી` (Emergency) ડિરેક્ટ કરતી બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રણોતે (Kangana Ranaut)એ મહિમા ચૌધરીને સાઈન કરી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર `ઇમરજન્સી` દ્વારા મહિનાનો ફર્સ્ટ લૂક શૅર કર્યો છે. તેણે જણાવ્યું કે ફિલ્મમાં મહિમા જે પાત્ર ભજવવા જઈ રહી છે તેનું નામ પુપુલ જયકર (Pupul Jayakar) છે. મહિમાનો ફર્સ્ટ લૂક શૅર કરતા કંગનાએ લખ્યું, `પ્રસ્તુત છે મહિમા ચૌધરી તે પાત્રમાં જેણે બધું જોયું, અને પથી વિશ્વ માટે એ રીતે લખ્યું કે તે આયર્ન લેડી (ઇન્દિરા ગાંધી)ને નજીકથી જોઈ શકે. પુપુલ જયકર, મિત્ર, લેખક અને રાજદાર.`

કોણ હતા પુપુલ જયકર?
ફિલ્મમાં મહિમાની કાસ્ટિંગ પર પોતાના નિવેદનમાં કંગનાએ જણાવ્યું કે, "પુપુલ જયકર એક લેખિકા હતાં, જે મિસિસ ગાંધીની નજીકનાં મિત્ર હતાં અને તેમની બાયોગ્રાફી પણ તેમણે લખી હતી. મિસિસ ગાંધી પાતોના બધાં સીક્રેટ્સ તેમની સાથે શૅર કરતાં હતાં. જો કોઈ થ્રેડ છે જે આ આખી ફિલ્મમાં છે અને દર્શકોને મિસિસ ગાંધીની અંદરની દુનિયા સાથે જોડે છે, તો તે પુપુલ જયકરનું પાત્ર છે."

પુપુલને નેહરૂ ગાંધી પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. ઇન્દિરા ગાંધીની બાયોપિકમાં પુપુલે આ ખુલાસો પણ કર્યો હતો કે ઑપરેશન બ્લૂ સ્ટારના સમયે મિસિસ ગાંધીને પોતાની મૃત્યુનો પૂર્વાભાસ થઈ ગયો હતો.

મહિમાને કંગના સાથે કામ કરવા પર છે ગર્વ
મહિમાએ પોતાના સ્ટેટમેન્ટમાં કંગના રણોતના ખૂબ જ વખાણ કર્યા છે. પોતાની `ઇમરજન્સી` કૉસ્ટાર વિશે તેણે જણાવ્યું કે, "કંગના સાથે કામ કરવાનો એક અનુભવ છે કારણ કે તે આટલા બધા રોલ, એટલી સરળતાથી ભજવી લે છે. તે મિસિસ ગાંધીનું મહત્વપૂર્ણ પૉલિટિકલ પાત્ર ભજવી રહી છે. તો પોતે ડિરેક્ટ પણ કરી રહી છે, પ્રૉડ્યૂસ પણ કરી રહી છે. તે આ બધું એટલું સરળતાથી કરે છે, તે આટલી કૉન્ફડેન્ટ છે કે મને તેની પાસેથી ખૂબ જ કૉન્ફિડેન્સ મળે છે. તેને જોઈને અને તેની કામ કરવાની રીત જોઈને મને પણ તાકાત મળે છે. મને તેની સાથે કામ કરવા પર ખૂબ જ ગર્વ છે."

`ઇમરજન્સી`માં અનુપમ ખેર પણ છે જે ક્રાંતિકારી નેતા જે પી નારાયણનું પાત્ર ભજવી રહ્યા છે. શ્રેયસ તલપડે ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના રોલમાં છે. જુલાઈમાં કંગનાએ એક ફર્સ્ટ લૂક વીડિયો સાથે `ઇમરજન્સી`ના શૂટની જાહેરાત કહી હતી. આ પહેલા કંગના એક્શન થ્રિલર `ધાકડ`માં જોવા મળી હતી, જે બૉક્સ ઑફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી.

bollywood news bollywood bollywood gossips entertainment news kangana ranaut mahima chaudhary