સંજય દત્ત મારી ફિલ્મમાં પપ્પાનું પાત્ર ભજવશે : મહેશ માંજરેકર

01 August, 2016 04:16 AM IST  | 

સંજય દત્ત મારી ફિલ્મમાં પપ્પાનું પાત્ર ભજવશે : મહેશ માંજરેકર




મહેશ માંજરેકરની આગામી ફિલ્મમાં સંજય દત્ત પપ્પાનું પાત્ર ભજવશે. એ ફિલ્મમાં તે ૪૦ વર્ષની આસપાસની વ્યક્તિનું પાત્ર ભજવશે. ૨૦૦૮માં આવેલી મરાઠી ફિલ્મ ‘દે ધક્કા’ની આ હિન્દી રીમેક છે. આ વિશે જણાવતાં મહેશ માંજરેકર કહે છે, ‘સંજય દત્ત આ ફિલ્મમાં ૪૩ અથવા તો ૪૪ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવશે. તેનું પાત્ર પંજાબી છે, પરંતુ તે સરદાર નહીં હોય. અમે તેની સાથે લુક-ટેસ્ટ પર કામ કરીશું. આ ફિલ્મમાં કૉમેડી છે અને તે કૉમેડીમાં ખૂબ સારો છે. તેનું કૉમિક-ટાઇમિંગ પણ સારું છે.’

 આ ફિલ્મ માટે સંજય દત્તની પત્નીના પાત્ર માટે હિરોઇનની શોધ ચાલી રહી છે. એ વિશે મહેશ માંજરેકર કહે છે, ‘મારા ધ્યાનમાં ઘણી સારી-સારી અભિનેત્રીઓ છે અને અમે કેટલીક સાથે એ વિશે વાતચીત પણ કરી રહ્યા છીએ. આ ફિલ્મમાં તેમનાં દીકરા-દીકરી માટે અમે નવા ચહેરાનો સમાવેશ કરીશું.’

આ એક ફૅમિલી ફિલ્મ છે અને એની સ્ટોરી ટ્રાવેલ પર આધારિત હશે, જેનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવશે.