18 January, 2024 06:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેશ બાબુ
મહેશ બાબુએ જણાવ્યું કે તેની તેલુગુ ફિલ્મ ‘ગુંટૂર કારમ’માં બીડી પીવાથી તેને માઇગ્રેન થઈ ગયું હતું. એથી ડિરેક્ટર ત્રિવિક્રમ શ્રીનિવાસે ફિલ્મના શૂટિંગ દરમ્યાન રિયલ બીડીને બદલે આયુર્વેદિક બીડીથી સીન શૂટ કર્યા હતા. આ ફિલ્મ બાર જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મમાં બીડી પીવાને કારણે કેવી તકલીફ થઈ હતી એ વિશે મહેશ બાબુએ કહ્યું કે ‘હું સ્મોક નથી કરતો અને સ્મોકિંગ માટે કોઈને પ્રેરિત પણ નથી કરતો. ફિલ્મમાં મેં આયુર્વેદિક બીડીનો ઉપયોગ કર્યો હતો, જે લવિંગના પાનથી બનેલી હતી. શરૂઆતમાં તો મને રિયલ બીડી આપવામાં આવી હતી અને એને કારણે મને માઇગ્રેન થયું હતું. એથી મેં ત્રિવિક્રમને જણાવ્યું અને તેઓ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. બાદમાં તેમણે રિસર્ચ કર્યું અને મને આયુર્વેદિક બીડી આપી હતી, જે ખરેખર સરસ હતી. એને લવિંગના પાનથી બનાવવામાં આવી હતી અને મિન્ટ ફ્લેવર હતી. એમાં તમાકુ નથી.’