મુમ્ભઈમાં બાર ડાન્સરના રોલમાં જોવા મળશે મધુરિમા રૉય

03 August, 2020 10:30 PM IST  |  Mumbai Desk | Agencies

મુમ્ભઈમાં બાર ડાન્સરના રોલમાં જોવા મળશે મધુરિમા રૉય

મધુરિમા રૉય

મધુરિમા રૉય વેબ-સિરીઝ ‘મુમ્ભઈ’માં બાર-ડાન્સરનાં રોલમાં જોવા મળશે. આ અગાઉ તે ‘લિટલ થિન્ગ્સ 3’, ‘ઇન્સાઇડ એજ 2’, ‘ફૉર મોર શૉટ્સ’ અને ‘કોડ M’માં જોવા મળી હતી. હવે ‘મુમ્ભઈ’માં તેની સાથે અંગદ બેદી અને સિકંદર ખેર પણ જોવા મળશે. પોતાના રોલ વિશે મધુરિમાએ કહ્યું કે ‘મને મારા દરેક પ્રોજેક્ટમાં અલગ-અલગ પાત્રો ભજવવાની તક મળી છે. આ શોમાં પણ મને એ તક મળી છે. હું બાર-ડાન્સરનો રોલ કરી રહી છું. મારું પાત્ર ખૂબ નિખાલસ છે અને મારે શું કરવું છે એ હું સારી રીતે જાણું છું. અત્યાર સુધી મેં જે પણ રોલ કર્યા છે એના કરતાં આ રોલ એકદમ અલગ છે, જે ચૅલેન્જિંગ પણ છે. ‘મુમ્ભઈ’ એક ક્રાઇમ ડ્રામા છે, જેમાં મુંબઈના અન્ડરવર્લ્ડની સ્ટોરી દેખાડવામાં આવી છે. પોલીસ અને અન્ડરવર્લ્ડ ડૉનની મિત્રતા પર એની સ્ટોરી આધારિત છે. એનું શૂટિંગ એક્સાઇટિંગ રહ્યું છે. આશા રાખું કે દર્શકોને આ શો ગમશે અને એને એન્જૉય કરશે.

bollywood bollywood news bollywood gossips