માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા

01 August, 2012 05:54 AM IST  | 

માધુરીએ પરિવાર સાથે માણી કોંકણના પ્રવાસની મજા

આ પ્રવાસમાં આખા પરિવારે વિસ્તારની હરિયાળી અને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી હતી. માધુરી જ્યારે તેના સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’ના શૂટિંગમાં વ્યસ્ત નથી હોતી ત્યારે તે પોતાનાં બાળકોને ભારતની અલગ-અલગ જગ્યાએ ફરવા માટે લઈ જવાનું પસંદ કરે છે. થોડા દિવસ પહેલાં જ માધુરી તેના પતિ શ્રીરામ નેને તથા બાળકો અરિન અને રાયન સાથે આગરા ગઈ હતી, કારણ કે તે પોતાનાં સંતાનોને તાજમહલ દેખાડવા માગતી હતી.