30 March, 2019 03:27 PM IST |
માધુરી દીક્ષિતે રાજકારણમાં જોડાવા પર કરી સ્પષ્ટતા
રાજકારણમાં પ્રવેશ મામલે અભિનેત્રી માધુરીએ સ્પષ્ટતા કરી છે. એવી ચર્ચા ચાલી રહી હતી કે માધુરી દીક્ષિત ભાજપની ટિકિટ પર પુણેથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. જો કે માધુરીએ સ્પષ્ટતા કરી છે કે તે લોકસભાની ચૂંટણી નથી લડવાની. માધુરીએ એ પણ સ્પષ્ટતા કરી કે તે કોઈ જ રાજકીય પાર્ટી સાથે નથી જોડાયેલી.
માધુરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "આ માત્ર અફવા છે. હું કોઈ રાજકીય પાર્ટી તરફથી ચૂંટણી લડવા નથી જઈ રહી. મને લાગે છે કે મે આ મામલે તમામ અટકળોને વિરામ આપી દીધો છે." તેમણે વધુ કહ્યું કે, "મને લાગે છે કે મારા સિવાય બે અન્ય કલાકારો માટે પણ આવી અફવા હતી પરંતુ મે મારા વિશે તમામ સ્પષ્ટતા કરી દીધી છે."
આ પણ વાંચોઃ Kalank:ફિલ્મનું બીજું ગીત 'ફર્સ્ટ ક્લાસ' થયું રિલીઝ
માધુરી દીક્ષિતની ફિલ્મોની વાત કરીએ તો તેની ફિલ્મ કલંક રિલીઝ થવા જઈ રહી છે. જ્યારે હમણાં જ રિલીઝ થયેલી ફિલ્મ ટોટલ ધમાલે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.