માધુરીએ 21મી વેડિંગ એનેવર્સિરી નિમિત્તે આ સુંદર તસવીર શૅર કરી કહ્યું આ

17 October, 2020 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માધુરીએ 21મી વેડિંગ એનેવર્સિરી નિમિત્તે આ સુંદર તસવીર શૅર કરી કહ્યું આ

તસવીર સૌજન્યઃ માધુરી દિક્ષીતનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

આજે ધક ધક ગર્લ કહેવાતી અભિનેત્રી માધુરી દિક્ષીત નેને અને તેના પતિ ડૉક્ટર શ્રીરામ નેનેની આજે 21મી વેડિંગ એનેવર્સિરી છે. આ સ્પેશ્યિલ દિવસે કપલે સોશ્યલ મીડિયામાં એક સુંદર પોસ્ટ શૅર કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

માધુરી દીક્ષિતે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પૉસ્ટ કરી કે, આજે અમે હજી એક વર્ષની શરૂઆત કરી રહ્યા છે, જેમાં મારા સ્વપ્નના વ્યક્તિ સાથે હું એડવેન્ચર કરીશ. આપણે ખૂબ જ જુદા છે પણ એકસરખા છે, હું આભારી છું કે તુ મારા જીવનમાં છે. હેપી એનિવર્સીરી તને અને આપણને રામ.

માધુરી દીક્ષિતના પતિ ડૉ.નેનેએ પણ ઈન્સ્ટાગ્રામમાં લખ્યું કે, 21 વર્ષ પહેલા મને સોલમેટ મળી અને અમે સાથે પ્રવાસ કર્યો. દરેક દિવસ શ્રેષ્ઠ હતો અને હજી સાથે મળીને ઘણા એડવેન્ચર કરવાના છીએ. હેપી 21મી એનિવર્સિરી.

બૉલીવુડ જગતના રિતેશ દેશમુખ, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા વગેરેએ તેમને શુભેચ્છાઓ આપી હતી. તાજેતરમાં જ માધુરી દિક્ષીતે તાજેતરમાં જ તાતા સ્કાય ડાન્સ સ્યુડિયો સાથે મળીને #2020GarbaExperience કેમ્પેઈન લૉન્ચ કર્યું છે. 16 ઑક્ટોબરથી શરૂ થયેલા ઓનલાઈન ડાન્સ એકેડમીમાં ઓડિયન્સને ફ્રીમાં ક્લાસિક ગરબા સ્ટેપ શીખડાવવામાં આવે છે.

એટલું જ નહીં, લોકો ડાન્સ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અને ટોપ-10 એન્ટ્રીને માધુરી દિક્ષીત નેને અને અન્ય પ્રતિષ્ઠિત કોરિયોગ્રાફર્સ સાથે વર્ચ્યુઅલી પર્ફોમ કરવાની તક મળશે.   

bollywood madhuri dixit