મધુર ભંડારકરને ન્યુ યૉર્કમાં સોફિયા અવૉર્ડ

13 October, 2014 04:26 AM IST  | 

મધુર ભંડારકરને ન્યુ યૉર્કમાં સોફિયા અવૉર્ડ

મધુરની બે ફિલ્મો ‘હિરોઇન’ અને ‘ફૅશન’ પણ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. ભંડારકરે અવૉર્ડ માટે ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો હતો. મધુર ભંડારકરની અન્ય ફિલ્મો ‘પેજ થ્રી’ અને ‘કૉપોર્રેટ’ છે. હાલમાં તેઓ તેમની નવી ફિલ્મ ‘કૅલેન્ડર ગર્લ્સ’ પર નવા ચહેરાઓને લઈને કામ કરી રહ્યા છે. મધુરે કરીના કપૂર, પ્રિયંકા ચોપડા અને તબુ જેવી ટૅલન્ટેડ અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ફિલ્મ ‘ચાંદની બાર’ ‘પેજ થ્રી ’અને ‘ટ્રાફિક સિગ્નલ’ માટે તેઓ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવી ચૂક્યા છે.