જાણો કેમ તૂટ્યા પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન

06 May, 2019 01:09 PM IST  | 

જાણો કેમ તૂટ્યા પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થના લગ્ન તૂટ્યા

પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ટૂટવાની ચર્ચાએ આજકાલ જોર પકડ્યું છે. આખરે એવુ તો શું થયું કે, પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની લગ્ન ટૂટ્યા. અચાનક જ સિદ્ધાર્થ ચોપરાના લગ્ન ટૂટવાની વાતને મધૂ ચોપરાએ કન્ફર્મ કરી હતી અને આ વિશે માહિતી આપી હતી. સ્પોટબૉયને આપેલા ઈન્ટરવ્યૂ અનુસાર મધૂ ચોપરાએ કહ્યું હતું કે, સિદ્ધાર્થ ચોપરાએ તેમને કહ્યું હતું કે તે હાલ લગ્ન માટે તૈયાર નથી તેમને થોડો સમય જોઈએ છે. મને નથી લાગતું કે લગ્ન જેવો નિર્ણય કોઈ ઉતાવળમાં લઈ શકાય કે લેવો જોઈએ.'

પ્રિયંકા ચોપરાની માં મધુ ચોપરા અનુસાર સિદ્ધાર્થ અને ઈશિતા બન્નેની ઈચ્છા બાદ આ લગ્ન રદ કરવામાં આવ્યા છે. જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઈશિતાએ હાલમાં જ કરાવેલી સર્જરીના કારણે લગ્ન ટૂટ્યા છે એટલુ જ નહી સિદ્ધાર્થ અને ઈશિતા વચ્ચે સંબંધ બરાબર ચાલી રહ્યા હતા નહી જેના કારણે અંતે લગ્ન ટૂટ્યા છે.

સિદ્ધાર્થ ચોપરા અને ઈશિતાની સગાઈ 27 ફેબ્રુઆરીએ થઈ હતી. પ્રિયંકા ચોપરાએ સગાઈની માહિતી આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. લગ્ન ટૂટ્યા પછી ઈશિતાએ સોશિયલ મીડિયા પરથી સિદ્ધાર્થ સાથેના બધા જ ફોટ ડિલીટ કર્યા હતાં. ઈશિતા હાલમાં દિલ્હીમાં મિત્રો સાથે પાર્ટી કરતી પણ જોવા મળી હતી

priyanka chopra