માન્યતા દત્તે કરાવવી પડશે તાત્કાલિક બીજી સર્જરી

22 January, 2014 09:08 AM IST  | 

માન્યતા દત્તે કરાવવી પડશે તાત્કાલિક બીજી સર્જરી




આ તકલીફ માટે માન્યતાએ ૮ જાન્યુઆરીએ સર્જરી કરાવી હતી. જોકે એ પછી પણ માન્યતાએ ફરીથી સર્જરી કરાવવી પડે એવી સંભાવના ઊભી થઈ છે. ગ્લોબલ હૉસ્પિટલના ડૉ. અજય ચૌગુલેએ કહ્યું હતું કે ‘પહેલી સર્જરી પછી માન્યતાની તબિયત સારી છે. હવે બીજી ટેસ્ટ કરવામાં આવશે અને એ પછી અમે જોઈશું કે બીજા ઑપરેશનની કેટલી જરૂરિયાત છે.’

માન્યતાને બે વીક માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી છે. અત્યારે તેના કેટલાક મેડિકલ-રર્પિોટ્સને ચેક કરવામાં આવી રહ્યા છે. એ રર્પિોટ આવ્યા પછી જ નક્કી થશે કે માન્યતાની તબિયત અત્યારે કેવી છે. આ રર્પિોટર્‍ આજે આવે એવી સંભાવના છે. જેલમાં સજા ભોગવી રહેલા સંજય દત્તે પત્નીની તબિયત માટે પરોલ લીધી હતી, જેને ૨૦ જાન્યુઆરીએ એક મહિનો વધારવામાં આવી છે.