ગીતકારના હક માટે ઉઠ્યો અવાજ, ટ્વીટ દ્વારા શરૂ કર્યો પ્રોટેસ્ટ

23 July, 2020 04:40 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

ગીતકારના હક માટે ઉઠ્યો અવાજ, ટ્વીટ દ્વારા શરૂ કર્યો પ્રોટેસ્ટ

સ્વાનંદ, શાંતનુ

હિન્દી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રી(Music Industry) સાથે જોડાયેલા કેટલાક લોકોએ ખૂબ જ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. ગીતકાર એટલે કે લિરિસિસ્ટ (Lyricist)ને તેમનો અધિકાર (Credit) આપવો જોઇએ. મ્યૂઝિક કમ્પોઝર શાંતનુ મોઇત્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, "જ્યાં પણ લિરિસિસ્ટનું નામ નથી ત્યાં કૃપા કરીને તમે મારું નામ પણ ન લખો કારણકે લિરિક્સ અને લિરિસિસ્ટ વગર હું અધુરો છું."

સાથે જ શાંતનુએ લિરિસિસ્ટ સ્વાનંદ કિરકિરેને ટૅગ કર્યા છે. શાંતનુ અને સ્વાનંદની જોડી ઇન્ડસ્ટ્રીની સારી કમ્પોઝર-લિરિસિસ્ટ જોડીમાં મોખરે છે. પણ અહીં શાંતનુએ સ્વાનંદને કેમ ટૅગ કર્યા?

કારણકે લિરિસિસ્ટને ક્રેડિટ અપાવવા માટે થોડાક દિવસ પહેલા સ્વાનંદે પણ આ રીતે જ અવાજ ઉઠાવ્યો હતો. અને ટ્વીટ કર્યું હતું કે, "'શું કલ હો ના હો', 'રૉકસ્ટાર', '3 ઇડિયટ્સ', 'ગેન્ગ્સ ઑફ વાસેપુર...' 'તેરી મિટ્ટી'માં લિરિસિસ્ટનું નામ ન હોવું જોઇએ? તમે પોતે જોઇ લો"

નોંધનીય છે કે સ્વાનંદે થોડાંક દિવસ પહેલા જ આ મુદ્દો ઉઠાવ્યો હતો, તમે તેમનું 18 તારીખનું ટ્વીટ જોઇ શકો છો.

સ્વાનંદ અને વરુણ ગ્રોવરે આ મુદ્દો ઉઠાવ્યો
હકીકતે ઓટીટી પ્લેટફૉર્મ્સ અને તમામ મ્યૂઝિક એપ્સ એવા છે, જે ગીતની સાથે સિંગર, કમ્પોઝરનું નામ તો આપે છે પણ લિરિસિસ્ટના નામનો ઉલ્લેખ નથી કરતાં. આ અંગે સ્વાનંદે ટ્વીટ કર્યું હતું અને તેમને ઘણો સપોર્ટ પણ મળ્યો. નોંધનીય છે કે અજય બ્રહ્માત્મજે લખ્યું કે આ માત્ર લાપરવાહી નથી. આ બાબતે સામુહિક માગ ઉઠાવવી જોઇએ.

રાઇટર રૂચિ કોકચાએ લખ્યું કે ગીત પર જેટલું ગાનારનું અને ધુન બનાવનારનો હક હોય છે તેનાથી વધારે હક તે ગીત લખનારનો હોય છે. તેમ છતાં તેમને ક્યાંય માનથી નવાજવામાં આવતાં નથી.

હવે તમામ સેલેબ્સ અને અન્ય યૂઝર્સ પણ લિરિસિસ્ટને ક્રેડિટ આપવાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, આ વાત એટલી ગંભીર છે, આનો અંદાજ સ્વાનંદના એક ટ્વીટ પરથી લગાડી શકાય છે. જેમાં તેમણે ખૂબ જ મહત્વની અને ચોટદાર વાત લખી છે કે ઓટીટી પર લિરિસિસ્ટનું નામ ન હોવું તે માત્ર ક્રેડિટ ન દેવા પૂરતું નથી, પણ તેમનું હોવું અસ્વીકારવા જેવું છે.

bollywood bollywood news bollywood gossips chetan bhagat