Lust Stories 2: નવી સ્ટોરી અને નવી કાસ્ટ સાથે ટીઝર આઉટ, આ દિવસે થશે રિલીઝ

06 June, 2023 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`લસ્ટ સ્ટોરીઝ` ફરી આવી રહી છે. પોતાની બ્રાન્ડ ન્યૂ સ્ટોરીઝ અને ગ્રાન્ડ ન્યૂ કાસ્ટ સાથે. `લસ્ટ સ્ટોરીઝ 2`નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આમાં કાજોલ, નીના ગુપ્તા, તમન્ના ભાટિયા, મૃણાલ ઠાકુર અને વિજય વર્મા સહિત ઘણાં સ્ટાર્સ છે...

તસવીર સૌજન્ય મિડ-ડે

`લસ્ટ સ્ટોરીઝ` ફરી આવી રહી છે. પોતાની બ્રાન્ડ ન્યૂ સ્ટોરીઝ અને ગ્રાન્ડ ન્યૂ કાસ્ટ સાથે. `લસ્ટ સ્ટોરીઝ 2`નું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આમાં કાજોલ, નીના ગુપ્તા, તમન્ના ભાટિયા, મૃણાલ ઠાકુર અને વિજય વર્મા સહિત ઘણાં સ્ટાર્સ છે, જેમને જોઈને ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. આ સીરિઝ ઓટીટી પ્લેટફૉર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. જાણો કયા દિવસે થશે રિલીઝ.

પહેલાવાળી `લસ્ટ સ્ટોરીઝ`ની વાત કરીએ તો વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આમાં ચાર ડિરેક્ટર્સની સ્ટોરી બતાવવામાં આવી હતી. અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, દિવાકર બેનર્જી અને કરણ જોહર. આ વર્ષ 2013ની એન્થોલૉજી ફિલ્મ `બૉમ્બે ટૉકીઝ`ના કૉન્સેપ્ટ પર બેઝ્ડ હતી. આમાં રાધિકા આપ્ટે, ભૂમિ પેડણેકર, મનીષા કોઈરાલા, કિયારા અડવાણી જોવા મળી હતી અને આની સાથે જ આકાશ તોષર, વિકી કૌશલ, નેહા ધૂપિયા સહિત અન્ય સ્ટાર્સ પણ હતા.

અહીં જુઓ Lust Stories 2નું ટીઝર:

`લસ્ટ સ્ટોરીઝ 2`ની કાસ્ટ
હવે વાત કરીએ આના આગામી ભાગની તો આમાં Lust Stories 2માં પણ ચાર ડિરેક્ટર્સની સ્ટોરી છે. અમિત રવિન્દ્રનાથ શર્મા, કોંકણા સેન શર્મા, આર બાલ્કી, સુજૉય ઘોષ. કાસ્ટની વાત કરીએ તો અમૃતા સુભાષ, અંગદ બેદી, કાજોલ, કુમુદ મિશ્રા, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, તમન્ના ભાટિયા, તિલોત્તમા શોમ અને વિજય વર્મા છે.

આ પણ વાંચો : સરકાર મહેરબાન ન થાત તો પાણીની કટોકટી સર્જાત

ક્યારે અને ક્યાં જોઈ શકાશે ફિલ્મ
Lust Stories 2 તમે ફિલ્મ ઘરે બેસીને જોઈ શકશો. આ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. તમે આને નેટફ્લિક્સ પર 29 જૂન 2023ના રોજ જોઈ શકશો.

neena gupta kajol tamannaah bhatia bollywood news bollywood bollywood gossips entertainment news