જોઈ લો શાહરુખની શાનદાર ઑફિસ ક્વૉરન્ટીન ફૅસિલિટીમાં કેવી દેખાય છે

25 April, 2020 07:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોઈ લો શાહરુખની શાનદાર ઑફિસ ક્વૉરન્ટીન ફૅસિલિટીમાં કેવી દેખાય છે

શાહરુખ ખાને તેની ચાર માળની ઑફિસ બીએમસીને ક્વૉરન્ટીન ફૅસિલિટી માટે થોડા સમય પહેલાં જ આપી દીધી છે. આ ઑફિસ અંદરથી કેવી દેખાય છે એનો વિડિયો ગૌરી ખાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે જેમાં ૨૨ બેડ્સ રાખવામાં આવ્યા છે. આ બેડ બાળકો અને મહિલાઓ માટે છે.

ઑફિસનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરીએ કૅપ્શન આપી હતી કે ‘ગૌરી ખાને આ ઑફિસને ડિઝાઇન કરી છે. આ ક્વૉરન્ટીન ઝોન છે, એમાં જરૂરતમંદ લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આપણે સૌએ કોરોનાને હરાવવા માટે મજબૂતાઈ સાથે લડવું પડશે. અહીં દરેકને સ્થાન મળે છે. મીર ફાઉન્ડેશને ચાર માળની અમારી પ્રાઇવેટ ઑફિસને બદલી નાખી છે. બીએમસીના માર્ગદર્શન હેઠળ મેં અને શાહરુખે મળીને એને ક્વૉરન્ટીન ક્વૉર્ટર્સ માટે આપી છે. આ લડાઈમાં અમે પહેલાં કરતાં પણ વધુ મજબૂતાઈથી સાથે ઊભાં છીએ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news Shah Rukh Khan gauri khan