રસ્તા પર રખડતાં પ્રાણીઓ માટે મદદનો હાથ લંબાવ્યો શ્રદ્ધા કપૂરે

16 April, 2020 05:05 PM IST  |  Mumbai | ANI

રસ્તા પર રખડતાં પ્રાણીઓ માટે મદદનો હાથ લંબાવ્યો શ્રદ્ધા કપૂરે

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરે રસ્તા પર રખડતાં જાનવરોને જમવાનું મળી રહે એ માટે એક સંસ્થા ‘પીપલ્સ ફૉર ઍનિમલ્સ ઇન ઇન્ડિયા’ (PFA)ને ડોનેશન આપ્યું છે. આ સંસ્થાએ PAWSITIVE HEARTS નામની એક પહેલ શરૂ કરી છે. એના માધ્યમથી આ લોકડાઉનની સ્થિતિમાં અબોલા જાનવરોને જમાડમા માટે મદદ કરશે. આ સંસ્થાએ સૌને મદદ માટે આગળ આવવાની અપીલ કરતાં ટ્વિટર પર ‘પીપલ્સ ફૉર ઍનિમલ્સ ઇન ઇન્ડિયા’એ ટ્વીટ કર્યું હતું કે ‘આ અબોલ પશુ માટે પ્રેમ દેખાડો. PFAએ PAWSITIVE HEARTS નામની એક પહેલ શરૂ કરી છે. એના દ્વારા આ લૉકડાઉનમાં પશુઓની ભૂખની સમસ્યા દૂર કરવામાં આવશે. આ પહેલમાં કરવામાં આવેલા યોગદાન પર ટૅક્સમાં પણ રાહત આપવામાં આવશે.’

coronavirus covid19 bollywood bollywood news entertainment news shraddha kapoor