11 July, 2026 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન અને રિતેશ દેશમુખ
‘લૉક અપ’ની બીજી સીઝનની શરૂઆતથી જ આ રિયલિટી શો સતત ચર્ચામાં રહ્યો છે. સ્પર્ધકો અને શોના ડ્રામેટિક ટ્વિસ્ટ ઉપરાંત આ વખતે નવાં હોસ્ટ ફારાહ ખાન અને રિતેશ દેશમુખ પણ ખાસ ચર્ચામાં છે. બન્નેના હોસ્ટિંગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમ્યાન એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બન્ને આ શોને હોસ્ટ કરવા માટે મોટી ફી વસૂલી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફારાહ ખાન ‘લૉક અપ’ના દરેક એપિસોડ માટે અંદાજે ૧૫ લાખ રૂપિયાથી ૨૫ લાખ રૂપિયા સુધીની ફી લઈ રહી છે. આ સિવાય રિતેશ દેશમુખ દરેક એપિસોડ માટે અંદાજે ૩૦ લાખ રૂપિયાથી ૪૦ લાખ રૂપિયા સુધી ચાર્જ કરે છે.