RIP Khayyam: ખય્યામ સાહેબના નિધન બાદ ભાવુક થયા લતા મંગેશકર

20 August, 2019 09:17 AM IST  |  મુંબઈ

RIP Khayyam: ખય્યામ સાહેબના નિધન બાદ ભાવુક થયા લતા મંગેશકર

ખય્યામ સાહેબના નિધન બાદ ભાવુક થયા લતા મંગેશકર

હિંદી સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામ સાહેબના નિધનથી બોલીવુડમાં શોક છવાઈ ગયો છે. શબ્દોમાં પોતાના સંગીતથી જાન લાવનાર ખય્યામ સાહેબને યાદ કરીને સિતારાઓ ભાવુક થઈ રહ્યા છે. ખાસ કરીને સુરોની મલ્લિકા લતા મંગેશકર ખય્યામના નિધનથી ખૂબ દુખી છે. લતાજીએ અનેક યાદગાર ગીતો ખય્યામ સાહેબના નિર્દેશનમાં ગાયા છે. તેમણે ટ્વીટ કરીને ખય્યામ સાહેબના સંગીતને યાદ કર્યું અને શ્રદ્ધાંજલિ આપી.

લતા મંગેશકરે લખ્યું કે, મહાન સંગીતકાર અને નેક દિલ માણસ ખય્યામ સાહેબ આજે આપણી વચ્ચે નથી રહ્યા. એ સાંભળીને મને દુઃખ થાય છે, જે હું વ્યક્ત નથી કરી શકતી. ખય્યામ સાહેબની સાથે સંગીતના એક યુગનો અંત થયો. હું તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપું છું. લતા ખય્યામ સાહેબની સાથે પોતાના સંબંધોને યાદ કરતા લખે છે કે, ખય્યામ સાહેબ મને પોતાની નાની બહેન માનતા હતા. તેઓ મારા માટે પોતાની ખાસ પસંદના ગીતો બનાવતા હતા. તેમની સાથે કામ કરીને બહુ સારું લાગ્યું અને થોડો ડર પણ લાગતો હતો. કારણ કે તેઓ પર્ફેક્ટનિસ્ટ હતા. તેમની શાયરીની સમજ કમાલની હતી. એટલે જ મીર તકી મીર જેવા મહાન શાયરની શાયરી તેઓ ફિલ્મોમાં લાવ્યા. દિખાઈ દિયે યૂં જેવી ખૂબસૂરત ગઝલ હોય કે અપને આપ રાતોમે જેવા ગીત, ખય્યામ સાહેબનું સંગીત હંમેશા દિલને સ્પર્શી જતું હતું. રાગ પહાડી તેમને સૌથી વધુ પસંદ હતો.

આવી તો ન જાણે કેટલીયે વાતો યાદ આવી રહી છે. એ ગીતોનું રેકોર્ડિંગ યાદ આવી રહ્યું છે. આવા સંગીતકાર કદાચ ક્યારેય પાછા નહીં થાય. હું તેમને અને તેમના સંગીતને વંદન કરું છું.


ખય્યામ અને લતાની જોડીના યાદગાર ગીતો

કભી-કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ

મોહબ્બત બડી કામ કી ચીઝ હૈ

જાનેમન તુમ કમાલ કરતે હો

આજા ઓ રે મેરે દિલબર આજા

દિખાઈ દિયે યૂં

હજાર રાહે મુડકે દેખીં

lata mangeshkar bollywood news