કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચન બની ગયા ઇમોશનલ

25 November, 2012 03:53 AM IST  | 

કેબીસીના સેટ પર અમિતાભ બચ્ચન બની ગયા ઇમોશનલ




આજે રાત્રે સાડાઆઠ વાગ્યે સોની ટીવી પર ‘કૌન બનેગા કરોડપતિ’નો વિશેષ એપિસોડ આવવાનો છે. આ ખાસ એપિસોડમાં ભાગ લેવા માટે ઍસિડહુમલાથી પીડિત સોનાલી મુખરજી નામની યુવતી આવી હતી અને તેની સાથે ઍક્ટ્રેસ લારા દત્તાએ પણ હાજરી આપી હતી. આ શોમાં જ્યારે સોનાલીએ પોતાની આપવીતી સંભળાવી ત્યારે શોના હોસ્ટ અમિતાભ બચ્ચન ઇમોશનલ બની ગયા હતા અને પોતાની લાગણી વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે આવા ખતરનાક કેમિકલ ગમે તે વ્યક્તિ ન ખરીદી શકે એ માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ.