કોઈ પણ પ્રકારનાં લેબલ મારા માટે મહત્ત્વનાં નથી : અનિલ કપૂર

26 June, 2020 04:15 PM IST  |  Mumbai Desk | Agencies

કોઈ પણ પ્રકારનાં લેબલ મારા માટે મહત્ત્વનાં નથી : અનિલ કપૂર

અનિલ કપૂર

અનિલ કપૂરની ‘વો સાત દિન’ને ૩૭ વર્ષ પૂરાં થતાં તેણે જણાવ્યું હતું કે તેના માટે લેબલ અગત્યનું નથી. ૧૯૮૩ની ૨૩ જૂને આ ફિલ્મે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં પદ્મિની કોલ્હાપુરે અને નસીરુદ્દીન શાહ હતાં. ફિલ્મમાં અનિલ કપૂર ગરીબ અને નિર્દોષ સ્વભાવવાળો મ્યુઝ‌િક-ડિરેક્ટર હોય છે. ફિલ્મનો એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનિલ કપૂરે કૅપ્શન આપી હતી કે ‘આજે પણ હું મારા કામમાં હંમેશાં મુજબ ગૂંથાયેલો રહું છું. હું હંમેશાં ભવિષ્યનો વિચાર કરું છું ન કે ભૂતકાળનો. જોકે તમારી લાઇફમાં કેટલાક એવા માઇલ સ્ટોન હોય છે જેને તમે ભૂલી ન શકો. ૩૭ વર્ષથી એક સ્ટાર ઍક્ટર, હંમેશાં હાજર, કામ કરતો રહું છું અને સારી-નરસી ચૉઇસ પણ કરતો રહું છું. ક્યારેક એ પસંદ ખરી પણ નથી હોતી. એક કલાકાર તરીકે શરૂઆત કરી હતી. ત્યાર બાદ સ્ટાર, સુપર સ્ટાર ટ્રેડ પ્રમાણે બનતો ગયો. એક સમય એવો પણ આવ્યો કે હું ફ્લૉપ થયો અને એમાંથી પાછો બેઠો થઈને સ્ટાર બન્યો, ઇન્ટરનૅશનલ સ્ટાર, સપોર્ટિંગ ઍક્ટર, એવરગ્રીન સ્ટાર બન્યો. જોકે લિસ્ટ લાંબું છે. ખરું કહું તો લેબલ્સ મારા માટે જરા પણ અગત્યનાં નથી. ન તો હું એને કદી પણ સિરિયસલી લઉં છું. હું હંમેશાંથી મારી ટૅલન્ટ અને ક્ષમતાથી વાકેફ હતો. હું માત્ર મારા કામ પ્રતિના મારા પ્રેમને અને ભૂખને સંતોષવા માગું છું. 37 વર્ષો બાદ પણ એ કાયમ છે. આશા રાખું છું કે ભગવાનની કૃપા રહી તો એ આગળ પણ જળવાઈ રહેશે. મારા તમામ ફૅન્સ, ફિલ્મમેકર્સ, કો-ઍક્ટર્સ અને ક્રૂનો આભાર માનું છું. સાથે જ હંમેશાં મારી પડખે ઊભી રહેનારી મારી ફૅમિલીનો પણ આભાર માનું છું.’

bollywood bollywood news bollywood gossips anil kapoor