કુંદન શાહને ખબર જ નથી કે ૧૯૮૩ની જાને ભી દો યારોં ફરી રિલીઝ થઈ રહી છે

13 September, 2012 05:51 AM IST  | 

કુંદન શાહને ખબર જ નથી કે ૧૯૮૩ની જાને ભી દો યારોં ફરી રિલીઝ થઈ રહી છે



ઇન ફૅક્ટ જ્યારે કુંદન શાહને કૉન્ગ્રેચ્યુલેટ કરવા માટેના ફોન આવવા લાગ્યા ત્યારે કુંદન શાહ ચોખવટ કરતાં કહે છે, ‘મને ખરેખર આ બાબતે કંઈ જ ખબર નથી. ઇન ફૅક્ટ એ ખૂબ જ સુંદર ફિલ્મ હતી ને અમે લોહી-પાણી એક કરીને બનાવી હતી, જે ફરી એક વાર બિગ સ્ક્રીન પર દેખાશે એ સારી વાત છે.’

ફિલ્મના પ્રોડ્યુસરોનું કહેવું છે, ‘રિસ્ટોરેશન એક ટેક્નિકલ જૉબ છે. એ માટે ફિલ્મના ડીઓપી (ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી) વિનોદ પ્રધાન સાથે સિનેમૅટોગ્રાફર એ. કે. બીરે મળીને રિસ્ટોરેશનની પ્રોસેસ હાથ ધરી હતી. અમે ફિલ્મની રિલીઝ નજીક આવશે એટલે કુંદન શાહને પણ એમાં સાંકળીશું.’

ફિલ્મનું બજેટ

કુંદન શાહ જ્યારે ફિલ્મ બનાવવા માગતા હતા ને એ માટે તેમણે ચાર લાખ રૂપિયાની લોન લેવા માટે અપ્લાય કરેલું, પણ પછીથી એનએફડીસી (નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉપોર્રેશન)એ ફિલ્મ માટે જરૂરી ફન્ડ આપવાનું નક્કી કરેલું. ફિલ્મનું એ વખતનું અંદાજિત બજેટ હતું ૬,૮૫,૦૦૦ રૂપિયા, જોકે ફાઇનલી પ્રોડક્શન ખર્ચ ૭,૨૫,૦૦૦ રૂપિયા થયો હતો.