લુકને સિરિયસલી લેવું એ ઍક્ટરના કામનો એક પાર્ટ છે : કુણાલ ખેમુ

17 February, 2020 12:05 PM IST  |  Mumbai

લુકને સિરિયસલી લેવું એ ઍક્ટરના કામનો એક પાર્ટ છે : કુણાલ ખેમુ

કુણાલ ખેમુ

કુણાલ ખેમુનું કહેવું છે કે લુકને સિરિયસલી લેવું એ ઍક્ટરના કામનો એક પાર્ટ છે. ‘મલંગ’માં તેના કામના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યાં છે. તેનું કહેવું છે કે બૉડી અને લુક ફિલ્મના પાત્ર મુજબ અલગ અલગ હોય છે. લુક વિશે વધુ વાત કરતાં કુણાલે કહ્યું હતું કે ‘એક ઍક્ટર તરીકે મારી પાસે શું આશા રાખવામાં આવી રહી છે એના પર મારે મહત્ત્વ આપવું જરૂરી છે. જો સ્ક્રીન પર ફિટ રહેવું જરૂરી છે તો હું એ કરીશ. મને ખબર છે કે આજે દરેક વ્યક્તિ સિક્સ-પૅક એબ્સ બનાવવા પાછળ મંડી પડ્યા છે અને આપણે એ પણ સમજવું જોઈએ કે આપણાં દર્શકો ઍક્ટર્સને જોઇને ઇન્સ્પાયર થાય છે. ઍક્ટર્સનું લુક, બૉડી, કપડાં અને હૅરસ્ટાઇલ બધાની જ પ્રેરણા લે છે. આથી જ ઍક્ટરે તેના લુકને પણ મહત્વ આપવું જરૂરી છે અને તે તેના કામનો જ એક પાર્ટ છે.’

kunal khemu bollywood news entertaintment