ક્રિતી સૅનન મીમી માટે ૧૫ કિલો વજન વધારશે

13 January, 2020 05:10 PM IST  |  Mumbai Desk

ક્રિતી સૅનન મીમી માટે ૧૫ કિલો વજન વધારશે

‘મીમી’માં સરોગેટ મધરના રોલ માટે ક્રિતી સૅનનને ૧૫ કિલો વજન વધારવાનું છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી મરાઠી ફિલ્મ ‘મલા આઇ વ્હાયચય’ની હિન્દી રીમેક છે. લક્ષ્મણ ઉટેકર આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અને સઈ તામ્હણકર પણ અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ અને એનું પાત્ર ક્રિતીના દિલની ખૂબ નજીક છે. પોતાના પાત્ર વિશે જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘મારા માટે આટલું વધારે વજન વધારવું એક પડકાર જ છે, કેમ કે મારા શરીર માટે આ નવું છે. મારા મેટાબોલિઝમ સાથે ફાઇટ કરીને મારે થોડા સમયમાં એવી રીતે વજન વધારવાનું છે કે મારી કૅલરી પણ જળવાઈ રહે. જોકે આ પરિવર્તન જોવા માટે હું ખૂબ એક્સાઇટેડ પણ છું. આ રોલ મારા દિલની ખૂબ નજીક હોવાથી એમાં પ્રાણ પૂરવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. એટલે સુધી કે એ દરમ્યાન હું અન્ય કોઈ કામ પણ નહીં કરું.’

કભી ઈદ કભી દિવાલીમાં સલમાન ખાન સાથે દેખાશે ક્રિતી સૅનન?

મુંબઈ : સલમાન ખાનની ‘કભી ઈદ કભી દિવાલી’ની જાહેરાત થતાં હવે એવી શક્યતા છે કે ક્રિતી સૅનન આ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરશે. ફિલ્મના ડિરેક્ટર ફરહાદ સામજી છે. સાજિદ નડિયાદવાલાએ જ ‘હીરોપંતી’ દ્વારા ક્રિતીને લૉન્ચ કરી હતી. સાથે જ ક્રિતી હાલમાં સાજિદ નડિયાદવાલા અને ફરહાદ સામજી સાથે ‘બચ્ચન પાન્ડે’માં કામ કરી રહી છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ દરમ્યાન રિલીઝ થવાની છે. સલમાન હાલમાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં બિઝી છે. ‘કભી ઈદ કભી દિવાલી’ના મેકર્સે હજી સુધી આ વિશે કોઈ વધુ માહિતી નથી આપી. જોકે ચર્ચા તો એ જ ચાલી રહી છે કે ક્રિતી સૅનન ‘કભી ઈદ કભી દિવાલી’માં જોવા મળવાની છે.

kriti sanon bollywood bollywood news bollywood gossips Salman Khan