14 January, 2025 09:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉયફ્રેન્ડ સાથેનો ક્રિતીનો પૂલ-ફોટો લીક થઈ ગયો
બૉલીવુડની ગ્લૅમરસ ઍક્ટ્રેસ ક્રિતી સૅનન આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી ગયા વર્ષે તેના જન્મદિવસથી જ સમાચારમાં છે. ગયા વર્ષે તેનો જન્મદિવસ બિઝનેસમૅન કબીર બહિયા સાથે ગ્રીસમાં ઊજવતી જોવા મળી હતી અને એના ફોટો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા હતા. જોકે બન્નેએ હજી સુધી તેમના સંબંધોનો સ્વીકાર નથી કર્યો. આવા સંજોગોમાં ફરી આ કપલના કેટલાક પર્સનલ ફોટો લીક થઈને સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે જેમાં ક્રિતી તેના બૉયફ્રેન્ડ કબીર સાથે સ્વિમિંગ-પૂલમાં અંતરંગ ક્ષણો પસાર કરતી જોવા મળે છે.
કબીર અને ક્રિતીની ઉંમર વચ્ચે ૯ વર્ષનો તફાવત છે. ક્રિતી કબીર કરતાં ૯ વર્ષ મોટી છે એને કારણે તેમની રિલેશનશિપ ચર્ચાસ્પદ બની છે. કબીર વ્યવસાયે બિઝનેસમૅન છે અને લંડનમાં રહે છે. તેના પિતા કુલજિન્દર બહિયા સાઉથહૉલ ટ્રાવેલ નામની યુકેની શ્રેષ્ઠ ટ્રાવેલ કંપનીના માલિક છે. કબીરનું ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે ખાસ કનેક્શન છે. તે સાક્ષી ધોનીનો સંબંધી છે. આ સંબંધને કારણે તે ઘણી વખત ધોનીના પરિવાર સાથે જોવા મળે છે.