સોહેલની ટીમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે હુમાને રિપ્લેસ કરી ક્રિતીએ

12 January, 2016 05:40 AM IST  | 

સોહેલની ટીમની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે હુમાને રિપ્લેસ કરી ક્રિતીએ


ગૌરવ દુબે


સોહેલે સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટીમ મુંબઈ હીરોઝ ખરીદી હતી અને હુમા એની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર હતી એથી તેમની વચ્ચેની નજદીકી વધી ગઈ હતી. હવે એવી વાતો ચાલી રહી છે કે તેમની વચ્ચેની આ નજદીકીને કારણે હુમાની જગ્યાએ હવે ક્રિતી સૅનનને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવવામાં આવી છે.


મુંબઈ હીરોઝ ટીમના કો-ઓનર વિકાસ કપૂરે જણાવ્યું હતું કે ક્રિતીને પસંદ કરવાનો નિર્ણય મૅનેજમેન્ટે લીધો છે. એ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે કે ‘દર વર્ષે અમે બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બદલીએ છીએ. પહેલા વર્ષે અમારી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર સોનાક્ષી સિંહા હતી. ત્યાર બાદ કંગના રનોટ, ચિત્રાંગદા સિંહ, લીઝા હેડન અને ગયા વર્ષે હુમા હતી એટલે આ વર્ષે અમે ક્રિતી સૅનનને પસંદ કરી છે.’