ક્રિતી સૅનન મોટી સ્ટાર છે, મારી સાથે હવે કામ નહીં કરે : ટાઇગર શ્રોફ

11 April, 2020 06:30 PM IST  |  Mumbai Desk

ક્રિતી સૅનન મોટી સ્ટાર છે, મારી સાથે હવે કામ નહીં કરે : ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રૉફ

ટાઇગર શ્રોફનું કહેવું છે કે ક્રિતી સૅનન હાલમાં મોટી સ્ટાર બની ગઈ છે. આ બન્નેએ ‘હીરોપંતી’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. થોડા સમય અગાઉ એ ફિલ્મની સીક્વલની જાહેરાત કરવામાં આવી હતી. આ વિશે ટાઇગરને પૂછવામાં આવ્યું હતું કે શું તે ફરીથી ક્રિતી સાથે કામ કરવા માગે છે. એનો જવાબ આપતાં ટાઇગરે કહ્યું હતું કે ‘હાલમાં તો અમારી પાસે એ ફિલ્મની કોઈ સ્ક્રિપ્ટ પણ નથી. સ્ક્રિપ્ટ જ્યારે તૈયાર થશે તો અમને જણાવવામાં આવશે. જોકે હમણાં કંઈ ન કહી શકાય. ક્રિતી તેના પ્રોજેક્ટ્સને લઈને ખૂબ બિઝી છે. મને ક્રિતી સાથે ફરીથી કામ કરવું ગમશે. જોકે મારી સાથે કામ કરવા માટે તે ખૂબ મોટી સ્ટાર બની ગઈ છે.’

bollywood bollywood news bollywood gossips kriti sanon tiger shroff