મારે રેખાની બાયોપિકમાં કામ કરવું છે

16 May, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અભિનેત્રી ક્રિતી સૅનન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ને લઈને ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટેની વાતચીત દરમ્યાન ક્રિતીએ પોતાના ડ્રીમ રોલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને ઍક્ટ્રેસ રેખાની બાયોપિકમાં કામ કરવાની બહુ ઇચ્છા છે.

મારે રેખાની બાયોપિકમાં કામ કરવું છે

અભિનેત્રી ક્રિતી સૅનન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કૉકટેલ 2’ને લઈને ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટેની વાતચીત દરમ્યાન ક્રિતીએ પોતાના ડ્રીમ રોલ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મને ઍક્ટ્રેસ રેખાની બાયોપિકમાં કામ કરવાની બહુ ઇચ્છા છે. પોતાની આ ઇચ્છા પાછળનું કારણ જણાવતાં ક્રિતીએ કહ્યું હતું કે ‘તેઓ પોતાની જિંદગી પોતાની શરતો પર જીવ્યાં છે. આ કારણસર જ મને તેઓ સૌથી શ્રેષ્ઠ લાગે છે. મને ખબર છે કે હું તેમના જેવી દેખાતી નથી, પરંતુ હું તેમને ખૂબ પ્રેમ કરું છું. તેમનું દિલ, તેમનું સાહસ અને તેમનું વ્યક્તિત્વ મને ખૂબ ગમે છે. તેઓ મળતાવડાં અને બુદ્ધિશાળી છે.’

rekha kriti sanon bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news