11 January, 2026 02:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ક્રિતી સૅનનની બહેન અને ઍક્ટ્રેસ નૂપુર સૅનન અને સિંગર સ્ટૅબિન બેનનાં લગ્ન આજે ઉદયપુરની એક પ્રખ્યાત હોટેલમાં થઈ રહ્યાં છે. આ લગ્નનાં પ્રીવેડિંગ ફંક્શન્સમાં શુક્રવારે નૂપુર અને સ્ટૅબિન બેનની પીઠી અને સંગીત-ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની બહેનના સંગીત-ફંક્શનમાં ક્રિતીએ ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ ફંક્શનના ક્રિતીના ડાન્સના અનેક વિડિયો આવ્યા છે. આવા એક વિડિયોમાં તે ઍક્ટર વરુણ શર્મા સાથે ભોજપુરી સુપરહિટ ગીત ‘લૉલીપૉપ લાગેલુ’ પર ડાન્સ કરતી જોવા મળે છે. આ સિવાય એક અન્ય વિડિયોમાં ક્રિતી બહેન નૂપુર અને તેની બહેનપણીઓ સાથે ‘હનીમૂન ટ્રાવેલ્સ’ ફિલ્મના ગીત ‘સજનાજી વારી વારી’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.