19 September, 2025 04:02 PM IST | Goa | Gujarati Mid-day Correspondent
બૉયફ્રેન્ડ અમોલ પરાશર સાથે કોંકણા સેન શર્માની ગોવામાં ફૅમિલી-ટ્રિપ
છેલ્લા કેટલાક સમયથી કોંકણા સેન શર્મા અને અમોલ પરાશરની રિલેશનશિપ ચર્ચામાં છે, પણ બન્નેમાંથી કોઈએ ક્યારેય તેમના સંબંધોની સ્પષ્ટતા નથી કરી. જોકે હવે મળતી માહિતી પ્રમાણે કોંકણા અને અમોલ હાલમાં તેમના મિત્રો તેમ જ પરિવાર સાથે ગોવામાં ફૅમિલી-ટ્રિપની મજા માણી રહ્યાં છે. તેમની આ ટ્રિપની તસવીરો હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ છે.