ડ્રગ્સ કેસ: અર્જુન રામપાલની બહેન કોમલ રામપાલને એનસીબીના ફરી સમન

11 January, 2021 03:53 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્રગ્સ કેસ: અર્જુન રામપાલની બહેન કોમલ રામપાલને એનસીબીના ફરી સમન

તસવીર સૌજન્ય મિડ-ડે

અભિનેતા અર્જુન રામપાલની બહેન કોમલ રામપાલને નાર્કોટિક્સ નિયંત્રણ બ્યૂરોએ ફરીથી સમન જાહેરા કર્યા છે. બૉલીવુડ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા છે. આ પહેલા પણ એનસીબીએ કોમલ રામપાલને સમન પાઠવ્યા હતા પણ તે હાજર થઈ શકી નહોતી.

આ પહેલા કોમલ રામપાલે પોતાના વકીલ દ્વારા એનસીબીને સૂચિત કર્યું હતું કે તે હાજર નથી થઈ શકે. હવે એનસીબીના આ પગલા પછી માનવામાં આવે છે કે રામપાલ પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે.

તો આ પહેલા અર્જુન રામપાલને પણ એનસીબીએ બે વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો. સાથે જ તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ગયા નવેમ્બર મહિનામાં અર્જુન રામપાલના મુંબઇ સ્થિત ઘરે એનસીબીએ દરોડા પાડ્યા હતા, જ્યાં એજન્સીને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત દવાઓ મળી હતી. એજન્સીએ કહ્યું કે અભિનેતાએ પોતાના એક સંબંધી દ્વારા ગેરકાયદેસર તે દવા માટે જે પ્રિસ્ક્રિપ્શન (બૅકડેટેડ પ્રિસ્ક્રિપ્શન)નો ઉપયોગ કર્યો હતો તેની તારીખ ખતમ થઈ ગઈ હતી.

તો આને લઈને અર્જુન રામપાલે કહ્યું કે તેમણે એનસીબીને એક વિશેષ પીડા મટાડનાર દવાનું પ્રિસ્ક્રિપ્શન પણ સોંપી દીધું છે. આ તેમને દિલ્હીના મનોચિકિત્સક ડૉક્ટર પાસેથી આપવામાં આવ્યું હતું. તેમણે ડ્રગ્સના કોઇપણ પ્રકારના લેવડ-દેવડનો અસ્વીકાર કર્યો હતો.

arjun rampal bollywood bollywood news bollywood gossips