જાણો કરીનાએ તૈમુરને શું કરવાની પાડી ના

23 May, 2019 05:34 PM IST  | 

જાણો કરીનાએ તૈમુરને શું કરવાની પાડી ના

તૈમૂર અલી ખાન

ન્યુટ્રિશન અને ડાયેટિશન ઋજુતા દિવેકર સાથે વાત કરતાં, અભિનેતા સૈફે સ્વીકાર્યું કે કરીના તૈમૂરને ઘરની બહાર જન્મદિવસની પાર્ટીમાં કે બીજે કશે જવા દે છે ત્યારે તેને બહારનું ખાવા આપતી નથી. તેને સારી રીતે ખ્યાલ છે કે આ આદત સારી નથી છતાં તે આવું કરે છે.

જાણો શું જમે છે તૈમૂર

તૈમૂર ઘરે રોજ લગભગ ખીચડી જ જમે છે, અને ક્યારેક ઇડલી અને ઢોસા ખાય છે. કરીના તૈમૂરને શાક ખવડાવે છે પછી ભલે ને તેને ન ભાવતું હોવા છતાં કરીના તેને શાક તો ખવડાવે જ છે. જ્યારે , કરીના કપૂર પોતે પોતાનો ડાએટ ચાર્ટ શેર કરે છે કે શું? એ પ્રશ્ન જ છે. કપૂર્સ ખાવાના શોખીન ગણાય છે ત્યારે બિચારો તૈમૂર!!

તૈમૂર (ફાઇલ ફોટો)

કરીના કપૂર છે કેવી મોમ ?

ઉલ્લેખનીય છે કે આપણે વિચારતાં હતાં કે કરીના કપૂર ખાન કન્ટ્રોલિંગ મોમ કરતાં ખૂબ જ જુદી છે. તે તૈમૂરને બહાર નીકળવા અને બીજી બધાં જ પ્રકારની સ્વતંત્રતા આપે છે, જો કે બેબો તો તૈમૂરને બહારનું કાંઇ ખાવા કે પીવાની પણ ના પાડે છે તેને બહારનું ખાવા-પીવાની પરવાનગી જ નથી.

કઈ રમત છે તૈમૂરને પ્રિય?

એટલું જ નહીં સૈફ અલી ખાને પણ છોટા નવાબ તૈમૂરની મનગમતી ગેમ કઈ છે તે વિશે વાત કરતાં કહ્યું કે, "તેને એવી ગેમ નથી ગમતી જે તેની વયના નાના બાળકો રમતાં હોય છે. પણ જે તેની ઉમરના બાળકો નથી રમતાં તેવી ગેમ તૈમૂરની પ્રિય રમત છે."

આ પણ વાંચો : આ અભિનેત્રીએ નરેન્દ્ર મોદીને આપી જીતની શુભેચ્છા, લખ્યું '#ChowkidarKoolHai'

સૈફે કહ્યું કે, "ટીમટીમ મારા કે કરીના કરતાં પણ મીડિયાને અટ્રેક્ટ કરે છે. તે ફોટોગ્રાફર્સને 'મીડિયાવાલે'ના નામે સંબોધે છે. તેની મનગમતી ગેમ છે જેમાં કેમેરો લોકો તરફ હોય અને તે બોલશે 'ખિચીક ખિચીક ખિચીક' અને મીડિયાવાલે જેવી એક્ટિંગ કરશે."

kareena kapoor taimur ali khan saif ali khan bollywood bollywood events bollywood news bollywood gossips