28 November, 2023 09:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશા તલવાર
ઈશા તલવારનો આગામી શો ‘ચમક’ સોની લિવ પર સાત ડિસેમ્બરે રિલીઝ થવાનો છે. એ શોમાં તે સ્ટ્રગલિંગ સિંગર જસ્મિત કૌરના રોલમાં દેખાવાની છે. આ શોમાં તેની સાથે પરમવીર સિંહ ચીમા, મનોજ પાહવા, ગિપ્પી ગ્રેવાલ, મોહિત મલિક, મુકેશ છાબરા, પ્રિન્સ કંવલજિત સિંહ અને સુવિન્દર પાલ લીડ રોલમાં દેખાશે. આ શોના ગીતમાં ગિપ્પી ગ્રેવાલ, મિકા સિંહ, મલ્કિત સિંહ, એમસી સ્ક્વેર, અફસાના ખાન, અસીસ કૌર, સુનિધિ ચૌહાણ, કંવર ગ્રેવાલ, શાશ્વત સિંહ અને હરજોત કૌર પર્ફોર્મ કરતાં જોવા મળશે. આ મ્યુઝિકલ થ્રિલરમાં ૧૪ કલાકારો અને ૨૮ ગીતો છે. પોતાના પાત્રને નજીકથી જાણવા માટે થોડા દિવસ ઈશા પંજાબ રહી હતી. પોતાના રોલ વિશે ઈશાએ કહ્યું કે ‘મારા માટે કોઈ કૅરૅક્ટરને ભજવવા માટે એને ઝીણવટથી જાણવું ખૂબ અગત્યનું છે. મુંબઈમાં મારો ઉછેર થયો હતો એથી એ શહેરથી દૂર જઈને પંજાબીઓની કામ કરવાની રીતભાત જાણવા માટે મેં મારી ફ્રેન્ડ જસ્સી સંઘા સાથે પંજાબના મોગામાં રહેવાનું નક્કી કર્યું હતું. મારી જૅઝના પાત્રમાં ઊતરતાં પહેલાં મારે ઈશાને જાણવી જરૂરી હતી. સાથે જ મારા પર્ફોર્મન્સમાં પ્રાણ પૂરવા માટે હું ઢોલ વગાડવાનું પણ શીખી હતી.’