આવી રીતે બૉલીવુડ સ્ટાર્સે મનાવી લોહરી, જુઓ તસવીરો

14 January, 2019 07:37 PM IST  | 

આવી રીતે બૉલીવુડ સ્ટાર્સે મનાવી લોહરી, જુઓ તસવીરો

લોહરીની ઉજવણીમાં આવા અંદાજમાં જોવા મળ્યા સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર

રવિવારે આખા દેશમાં લોહરીની ઉજવણી કરવામાં આવી. બોલીવુડ સ્ટાર્સે પણ લોહરીની રંગેચંગે ઉજવણી કરી. સારા અલી ખાને માતા અમૃતા સિંહ, ડિઝાઈનર સંદીપ ખોસલા અને અન્ય મિત્રો સાથે મળીને લોહરીની ઉજવણી કરી.

કેદારનાથની આ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ઉજવણીના ફોટોસ મુક્યા. સારાની સાથે સાથે સંદીપ ખોસલાએ ટ્વીટર અકાઉન્ટ પર લોહરીની તસવીરો શેર કરી. પરંપરાગત પરિધાનમાં તમામ લોકો ખુબ જ સરસ લાગી રહ્યા હતા.

જરા જુઓ આ તસવીરોનેઃ

માતા અમૃતા સિંહ સાથે સારા અલી ખાન

મિત્રો અને પરિવાર સાથે લોહરીની મજા

કપૂર પરિવારે ખુબ જ શાનદાર રીતે લોહરી મનાવી. અર્જુન કપૂર, જ્હાન્વી કપૂર, અનિલ કપૂર, મોહિત મારવાહ અને તેમની પત્ની, શનાયા કપૂરે સાથે મળીને ઉજવણી કરી.

મોહિત મારવાહે આવી રીતે મનાવી લોહરી

અર્જુન કપૂરના પિતરાઈ ભાઈ મોહિત મારવાહ અને તેની પત્ની અંતરાની આ પહેલી લોહરી હતી. જેનો તસવીર અર્જુન કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉંટ પર શેર કરી.

લોહરીમાં જુઓ કપૂર ફેમિલીનો અંદાજ

મિશા કપૂર અને પંકજ કપૂર સાથે કપૂર પરિવારે પણ લોહરીની ઉજવણી કરી. મીરા કપૂરે મિશાની દાદા પંકજ કપૂર સાથેની આ તસવીર શેર કરી.

પૌત્રી મિશા કપૂર સાથે દાદા પંકજ કપૂર

sara ali khan jhanvi kapoor khushi kapoor anil kapoor amrita singh bollywood news